દગો ને ચાપલૂસી બંદગી છે,
એ કારણ લાલપીળી રોશની છે .
કરમનિષ્ણાતના હરઆચરણથી,
દુ:ખી આજે ગઝલની શાયરી છે.
થયો પ્રારંભ એનાથી રમતનો,
અગર છે મધ્યમાં તો માનવી છે.
નદી છે રક્તની ત્યાં,અહિં ખુશી છે,
અમારી આ સદીની જીંદગી છે.
લખેલા ખત પરત આવે,મળીને,
પરત કરવુંય એ પણ લાગણી છે.
મને લાઇક નહીં “ટીકા” ગમે છે,
વિકસવાની ફકત આ આરસી છે.
સિદ્દીકભરૂચી