કાતર લઈ બેસતો હું દરજી છું,
કે દર્દને માપતો હું દરજી છું.
ખિસ્સા બધા બાપના છે માપસર,
એ આબરૂ રોકતો હું દરજી છું.
લાંબા જ રાખ્યા છે પાલવ છોડને,
એ શર્મ શણગારતો હું દરજી છું.
ટેભા ભરી ચીસ સાંભળતો રહુ,
કાપડથી કાંપતો હું દરજી છું.
તાકો હો મોટો ને પન્નો જો ઘટે,
થૈ કરકસર શોભતો હું દરજી છું.
~ મેહુલ ઓઝા