દર્દ અમે હૈયે ઉતારી લીધું છે,
‘ને કાયમ દુઃખી થવાનું ધારી લીધું છે.
ક્ષણિક મેં એકધારી નજર રાખી સામે,
મન ભરાય ગયું ને મન મારી લીધું છે,
ભાગ્ય અમારા આમ કેમ બદલાય ગયા!
કૈંક તો એમને મારા માટે માગી લીધું છે,
છું કવિ હું ગાંડો આમતેમ લખ્યા જાવ,
ભાવ નહિ મળે તમારો સ્વીકારી લીધું છે,
હારી બેઠો છું કેમ આમ અણધાર્યો?
છો તમે જ હારના પ્રણેતા ધારી લીધું છે.
© મયુર રાઠોડ ‘દુશ્મન’