દાદાની થઈ ગઈ ઉંમર,
વાંકી વળી ગઈ છે કમર.
કપડાં ઈલેસ્ટીકવાળાં પેરે,
તોયે પગમાં બુટમોજાં પેરે.
વાળના જથ્થાએ લીધી વિદાય,
હાથ તોયે માથે વારેઘડીએ જાય.
વય મોટી ખાવાના અભરખા થાય,
ભૂલી જાય કે દાંત પણ મોટા થાય.
હવે દાંતમાં દુખાવો શરૂ થયો,
કળતર મટી મૂળ આડાં થયાં.
દાક્તર કેછે ખાવાનું થોડું છોડો,
ગળપણને મોંથી આઘું રાખો.
એક દાંતે હવે લઈ લીધી હઠ,
છોડી ત્રાપા ટેકા ને બન્યો શઠ.
રહેવા માટે મનાવ્યો માન્યો નહીં,
મલમ ગોળી સામે હાલવા માંડ્યો.
હવે દાક્તરનોય ન આરોઓવારો,
પકડ લેવાનોજ આવી ગયો વારો.
ઈન્જેક્શન આપ્યું દાંત સૂવાડી દીધો,
સૂતાં સૂતાં જ મૂળમાથી ઉખેડી લીધો.
બીજા દાંતોએ બે દિ’ના ઉપવાસ કર્યા.
ઠંડાં પીણાં આઈસ્ક્રીમથી પારણાં કર્યાં,
દાદાના મોઢાંમાં દાંત વિના ખાડો થયો.
દાદા હતા ટીખળી ને કોઈકનું ઓઠું લીધું.
પડેલા દાંતના સ્માઈલનેય નામ દીધું.
ફિલ્મફેરમાંથી દેવઆનંદનો જૂનો ફોટો લીધો,
પડેલા ખાડાને દેવઆનંદનો બ્યુટીસ્પોટ કીધો..
દિપક છાયા “સોનદીપ”