દાંત સૌના ચાવવાના હોય છે અલગ
ને વળી દેખાડવાના હોય છે અલગ
રોજ સપનાં પાળવાના હોય છે અલગ
ને ઘણા યે ટાળવાના હોય છે અલગ
શબ્દ આવે છે ઘણાં રૂપે બનીઠની
પણ, ગઝલમાં ઢાળવાના હોય છે અલગ
એક ઉદ્દગમથી વહે આંસુ છતાં અહીં
કારણો એ લાવવાના હોય છે અલગ
છે જવાના એક સરખા કારણો અહીં
પણ,જગતમાં આવવાના હોય છે અલગ
– સાલસ