દિલના દર્દ કહું કોને
તું મને સાંભળીશ?
સુખદુઃખની વાતો કરું કોને
તું વાત કરીશ?
દિવસની શરૂઆત કેમની કરું
તું યાદ કરીશ?
રાત્રિનું એકાંત કોની સાથે વેહચીસ તું
મેસેજ કરીશ?
દુનિયાની ભીડમાં કોણ સાથ આપશે
તું સાથે ચાલીશ?
હું એકલી મુજાવુ ક્યારેક
તું ઉકેલ આપીશ?
દર્દ ઘણા હોય છે
તું પ્રેમ આપીશ?
~ વૃંદા શાહ