રોજ તમારો ચહેરો જોઇને સૂવું છતા,
આ દિલ તમને મળવાની જિદ કરે.
રોજ તમારી સાથે મેળવ્ડો કરવા છતા,
આ દિલ તમને મળવાની જિદ કરે.
રોજ તમારા સ્મિતથી આ આવતુ આ સ્મિત ખીલી રહે છતા,
આ દિલ તમને મળવાની જિદ કરે.
રોજ આ ચહેરાને તમારા નામની ચાંદની જગાડે છતા,
આ દિલ તમને મળવાની જિદ કરે.
અને કેમ ના કરે?
આ દિલમાં એક તમે જ છો,
આ દિલને ગમતા પણ તમે એક જ છો.
આ દિલમાં ધડકે છે એ ધડક એના રુદિયાને મળવાની જીદ કેમ ન કરે ?
એક આ જ જીદ મારી પણ ક્યાંક છે,
બસ આ સ્મિત કરતા રહેતા હોઠોની વાત દિલ પહેલા કહી જાય છે.