દિલ માં રહેતા શીખો
લોકોની નજરમાં તો બધા રહે છે.
મઁદિરમાં પ્રાર્થના કરતા શીખો
ભિખારી પણ મઁદિર એ માંગતો રહે છે.
ખુશી વ્યકત કરતા શીખો
દેખાવી હાસ્ય સૌ કરતા રહે છે.
જરૂરમંદની મદદ કરતા શીખો
ફોટા પડાવવા શ્રીમંતો દાન કરતા રહે છે.
કોઈની કંઈક ખાસ જિંદગી બનતા શીખો
મરી મરીનેતો લોકો જિંદગી જીવતા રહે છે.
વિશ્વાસની દોર પકડી રાખતા શીખો
ડગી ને દુનિયા લાજે આ સંબંધો બાંધતી રહે છે.
દુઃખના સહભાગી બનતા શીખો
સુખના સાથીમાં બધા આવતા રહે છે.
દુનિયાનીભીડ માં સાથે ચાલતા શીખો
અહીં એકલા તો બધા જ ચાલતા રહે છે.
એકમેક માટે બની રહેતા શીખો.
એકલવાયું તો સૌ રહે છે..
જિંદગી જીવતા શીખો
મરવાનું એક પછી એક ચાલતું રહે છે.
~ . વૃંદા શાહ