દિલ હોય પત્થર ને પણ
ક્યારેક આવું પણ બને
ને માણસ હોય પત્થર દિલ
ક્યારેક આવું પણ બને
ના હોય મંઝિલ સફર ની
ક્યારેક આવું પણ બને
ને સફર વિના મંઝિલ મળે
ક્યારેક આવું પણ બને
હોય દુઃખ નો દરિયો અપાર
ક્યારેક આવું પણ બને
ને સુખ નો સાગર પણ મળે
ક્યારેક આવું પણ બને
મળે નામના સંબંધોમાં અહીં
ક્યારેક આવું પણ બને
ને મળે સંબંધો નામ નાં અહીં
ક્યારેક આવું પણ બને
✍️ કાનજી ગઢવી