સૌથી મોટું દાન એટલે કન્યાદાન
જમાઈ,એ તારો વ્હેમ છે,
કે તું એનો પહેલો પ્રેમ છે.
હું એનો પિતા ને પ્રેમ પણ પહેલો
સબંધ દીકરીનો એમનો એમ છે
ભલે હવે એ થઈ ગઈ છે તારી પણ
કર્તવ્ય આનંદ છે મોજે હેમખેમ છે.
જન્મી ત્યારથી પ્રાર્થયો તો મેં તને
ચાતક નજરે મે તરસાવ્યો તો ખુદને
તું આવી ગયો લેવાં તો થાય છે
નિયમ પ્રભુનો આવો કેમ છે
હૈયું ચીરી વળાવીશ એને સ્વગૃહે
થાપણ પારકી સોંપવાની નેમ છે.
પારણેથી બારણે કેટલી જલ્દી દીકરી વટી
કન્યાવિદાયે ભલભલો બાપ જાય તૂટી
કરુણમંગલ પ્રસંગે જાન જાણે જાન લેશે
તોય કહીશ હું કે સૌ કુશળ ક્ષેમ છે
નામ,ઠામ બધું બદલી જાશે દીકરીનું
એકે વિરહ બીજી આંખે ખુશી રેલમછેલ છે
સૌથી મોટું દાન એટલે કન્યાદાન
પ્રભુ તારી કેવડી બાપ પર રહેમ છે
~ મિત્તલ ખેતાણી