બાગમાં એ ભ્રમર પુષ્પને ચાખશે,
મધને ચૂસી ઝટાકે ઉડી ભાગશે.
લાલચી મન છે સૌનું જગત ભીતરે,
કામ જ્યારે પડે કે તરત આવશે.
જાત ‘ને પાતથી ભાગલા છે પડ્યા,
જાતિ જાણ્યા પછી માન સૌ આપશે.
પ્રેમ જો હોય સાચો તો નફરત મરે,
લાગણીને હ્રદયમાં પ્રણય લાવશે.
તું કલમને ઘસીને શબદને લખે,
આ શબદ પેજ ઉપર પ્રણય પામશે.
હોય અંધાર ત્યાં દીપ પેટાવવો,
દીપ ઉજાશ અંધારને ડામશે.
દીપ ગુર્જર