ચપટીક પણ સુખ મળે તો હાઉં,
દુ:ખનો પહાડ પડે તો ઊંચકી લઉં.
સખીને એક નજરમાં ભરી લઉં
જીંદગીભર ન જોવા મળે જાઉં.
પળભરની ખુશી મળે તો ગનીમત છે,
પછી આખી જીંદગી દેવદાસ થાઉં.
આખું વરસભર ચાતક પક્ષી તરસ્યું રહે,
સ્વાતિ નક્ષત્રના વરસાદનું જળ પાંઉ.
ભરત સામેથી ઈજન મોકલે તેની પ્રતીક્ષા,
મળે ઈજન અડધી રાતે ઉઘાડા પગે જાઉં.
ભરત વૈષ્ણવ