દુહો :-
ગગને ઘેરો ગાજતો
માથે આવી મેહ
વરસી જાને વાલમા
નેણાંરો તું નેહ
તુમેળી :-
વરસે જો તું વાલમા
(તો) તું માં હું તરબોળ
(ત્યાં) ઝબકી ઝાકમઝોળ
(મુને) વેરણ લાગે વીજળી
કામણગારા કંઠમાં
મોર તણો મલ્હાર
તું થી લાગ્યો તાર
(હવે) વરસે જો તું વાલમા
વાદળ ઘેરાં વાલમા
ગગડી કરતાં ગાજ
આવી ભીંજો આજ
(મારા) કોરા દલને કંથડા
રચના :- નટવર દાન ગઢવી