દૂર છે , ને નજીક સમજે છે,
જૂઠને વાસ્તવિક સમજે છે.
ગાલ રાતા અગર જુએ ત્યારે,
લોક અમને ધનિક સમજે છે.
નાના દિલને અમીર કહેનારા,
મોટા દિલને જરીક સમજે છે.
શબ્દ ‘બાઉન્સરો’ કે ‘ છક્કા’ હોય,
સમજુઓ ઠીક ઠીક સમજે છે.
એક આદત છે નૌયુવાનોની,
થોડું બોલે અધીક સમજે છે.
કોઇ એવા સ્વભાવ છે” સિદ્દીક”,
પ્રેમ કરતાં એ બીક સમજે છે.
સિદ્દીકભરૂચી.