ક્યારેક હિમાલયની ગોદમાં તો ક્યારેક રાજસ્થાનની રેત માં રહું છું,
ક્યારેક બાહ્ય તો ક્યારેક આંતરિક દુશ્મનો થી દેશને બચાવું છું,
સૂર્ય ઉગે એટલે દિવસ અને ચંદ્ર તારા જોઈને રાત પસાર કરું છું,
સપના તો ઘણા છે પણ એક આંખે જોઈને જ સંતોષ માનું છું,
વાત કરવા કોઈ જ નથી એટલે હથિયાર ને જ મિત્ર બનાવું છું,
એક મરે તો દુઃખના અને એક મારું તો ખુશીના આંસુ વહાવું છું,
એક માં ઘરે એકલી હશે એમ વિચારી ક્યારેક એની ચિંતા કરું છું,
પણ તો આ માં નું શું એમ વિચારી વધારે ચિંતા અનુભવું છું,
તમે રજાઓ માં અહીંયા ફરવા આવો છો અને હું ત્યાં ઘરે આવું છું,
આ લોહી ની હોળી ને મિસાઈલોની દિવાળી નથી ખુશી આપતી,
ઉજવીશ ક્યારે એ બાળપણના તહેવારો રોજ પોતાને પૂછું છું,
આવા સવાલો તો ઘણા છે પણ ઉત્તર એક નો પણ નથી,
કદાચ આને જ જિંદગી કહેવાય એમ વિચારી હૈયાને સાંત્વના આપું છું,
સાદી સરળ અને સંયમી ભાષામાં આ વ્યથા આજે સંભળાવું છું,
એક સૈનિક છું, જવાબદાર દેશભક્ત બની તમને હા તમને જ જગાડું છું,
અંતે તો માણસ છું, માફ કરજો ક્યારેક ગુસ્સો તો ક્યારેક લાચારી અનુભવું છું,
મારો જ દેશ અને મારી જ ભારત માં તો મરવાનો અફસોસ કેમ,
એની સેવા કરીશ તો સ્વર્ગ પામીશ એમ ઈશ્વર પાસે રોજ બોલવું છું..!!
શું જરુર વિખવાદની ?
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...