આપણા દેહની દુકાનના થડે દ્વારકાધીશ છે,
એમના ચરણકમળમાં અમારું ઝુકેલું શીશ છે.
રાણાએ મોકલ્યું ને મીરાએ હોંશે પીધુ,
અમારી નસેનસમાં વહેતું એ વિષ છે.
કાલિન્દીના કાંઠે કાનાજીએ રાધાને કરી,
અમારા ગાલે તેની નિશાની અહર્નિશ છે.
ઋકમણીના ઇજને પ્રભુએ અપહરણ કીધા,
અમારી ચેલેન્જ ન ઝીલી તેની સદૈવ રીસ છે.
નરસૈયાની હૂંડી શામળિયા બની સ્વીકારી ,
અમે લખેલી ચિઠ્ઠી રસ્તે રઝળવા તેની ટીસ છે.
આપણા દેહની દુકાનના થડે દ્વારકાધીશ છે,
એમના ચરણકમળમાં ભરતનું ઝુકેલું શીશ છે.
ભરત વૈષ્ણવ