દોસ્તી એટલે જ્યાં દિલ ખોલી ને તમે જીવી શકો,
દોસ્તી એટલે જ્યાં મન મૂકી ને વાતો કરી શકો,
દોસ્તી એટલે જ્યાં કારણ ના વગર પણ સાથે રહી શકો,
દોસ્તી એટલે જ્યાં તમને પોતાના કરતા પણ એની ચિંતા કરી શકો,
દોસ્તી એટલે વગર કહ્યે એના માટે એની પસંદ નું કરી શકો,
દોસ્તી એટલે હજારો ઝગડા હોય પણ એક બીજા માટે જાન આપી શકો,
દોસ્તી એટલે જ્યાં તમને તમારા કરતા પણ વધારે ઓળખી શકો,
દોસ્તી એટલે જ્યાં હું નહીં પણ આપણે નો ભાવ લાવી શકો,
દોસ્તી એટલે જ્યાં રડતી આંખો સાથે હોઠ પર હાસ્ય લાવી શકો,
દોસ્તી એટલે ગુસ્સો સાથે પ્રેમ નો સાગર છલકાવી શકો,
દોસ્તી એટલે એના દિલ માં ખૂંચતી વાત ને સહજતા થી જાણી શકો,
દોસ્તી એટલે જ્યાં વગર વિચારીએ દિલ ખોલી ને બોલી શકો,
દોસ્તી એટલે એને ગળે મળી ને એક સુકુન નો શ્વાસ લઈ શકો,
દોસ્તી એટલે જ્યાં નારાજગી ને પણ બેફામ કહી શકો,
દોસ્તી એટલે એના માટે પોતાને સમર્પણ કરી શકો,
દોસ્તી એટલે જ્યાં ડર વગર ભુલ ને પણ તમે કહી શકો,
દોસ્તી એટલે જ્યાં ઉંમર નહીં પણ સમજણ થી એક બીજા ને સમજી શકો..
~ પીનલ પઢીયાર