મુશ્કેલીના સમયમાં ઉપાય શોધવા લાગી જઈએ
જો સફળતા લાગે હાથ તો તેને ઉગાડવા જાગી જઈએ
ચાલને દોસ્ત બે વાત કરી લઈએ…(૧)
કુદરતી મળેલી જીંદગીની અમૂલ્ય પળોને માણી લઈએ
મળ્યો છે મોકો દોસ્ત બનવાનો તો એકબીજાને જાણી લઈએ
ચાલને દોસ્ત બે વાત કરી લઈએ…(૨)
મળ્યા છે સંસ્કાર તો સૌને આદર આપતા થઈ જઈએ
પછી કોને ખબર “મિજાજ” કે આ જિંદગીમાંથી ક્યારે લાપતા થઈ જઈએ
ચાલને દોસ્ત બે વાત કરી લઈએ…(૩)
જીવનના દરેક ડગલે ને પગલે સુખ દુઃખમાં સાથ આપતા થઈ જઈએ
હાલને ભેરુ જેમણે આપી છે તાકાત એ ઈશ્વરને ભજતા થઈ જઈએ
ચાલને દોસ્ત બે વાત કરી લઈએ…(૪)
નાનપણથી લઈને ઘડપણ સુધી બધી યાદો તાજી કરતાં રહીએ
પણ આવે જો કોઈ આંચ અમ પર તો તેને સાજી કરતાં રહીએ
ચાલને દોસ્ત બે વાત કરી લઈએ…(૫)
સપનાને પૂરાં કરવામાં ચોખારૂપી ખીર બની જઈએ
આવા મનુષ્યરૂપી અવતારને સફળ કરવા જો બનવું પડે તો વીર બની જઈએ
ચાલને દોસ્ત બે વાત કરી લઈએ…(૬)
~ જય વણપરીયા