દ્વારે તાળુ મારતાં મોડું થયું,
આંસુઓને સારતાં મોડું થયું.
દૂર ક્યાંથી ક્યાં ગઈ છે એક સડક!
પણ, ઝડપને વાળતાં મોડું થયું.
મોબાઈલથી બાળ મોટા થઇ ગયા,
એમને સમજાવતાં મોડું થયું.
સ્માર્ટ વર્ગોની ફસલ છું એટલે,
ગૂર્જરીમાં વાંચતાં મોડું થયું.
રાઇના પર્વતની આઝાદી મને,
ક્યાં સમયને આવતાં મોડું થયું?
કાચબા સાથે રમતને જીતવા,
ગર્વને પણ દોડતાં મોડું થયું.
સિદ્દીકભરૂચી .