ધખાવો અનોખી જ ધૂણી હવે,
બનાવો સફરને સલૂણી હવે,
ઉતારો ધરમના વરખને તમે,
પહેરો કરમ થૈ ને ગૂણી હવે,
વહેશો જગતમાં સુગંધી બની,
વળાવો વિષયને સગૂણી હવે,
મલકમાં ભરી છે ઘણીયે ખુશી,
રહે ના ધરા પણ અલૂણી હવે,
સખત શબ્દ બોલી મળે શું કદી?
વહાવો મુખે વાત કૂણી હવે.
પાયલ ઉનડકટ