ધનૂષ્યના તીર કમાનમાં છું,
કે જાંણે સૌના હું ધ્યાનમાં છું.
અદમ્ય ઈચ્છા શી છું જરૂરત,
ખરીદ મુજને દુકાનમાં છું.
શરાબ શબ્દોની રોજ લઉં પણ,
કલમની સાથે હું ભાનમાં છું.
પ્રચારની સુર્ખીઓમાં ખુશ તું ,
હું રાજી મારા મકાનમાં છું.
હું લાગણી કોઇની લખેલી,
ગઝલ છું કોઈ દિવાનમાં છું.
સિદ્દીકભરૂચી.