તું આ કથાઓ પ્રેમની સમજાવ, તારો ધન્યવાદ!
અથવા તું પ્રેમી બનીને આવ, તારો ધન્યવાદ!
આવે છે તેમાંથી પ્રકાશો પ્રેમના થોડા-ઘણા,
તેં ત્યાં દિધા મારાં હ્રદયને ઘાવ, તારો ધન્યવાદ!
બંને મળીને જો કરીએ જંગ ઈચ્છાઓ ખિલાફ,
હથિયાર તું પણ જિંદગી ઊઠાવ, તારો ધન્યવાદ!
જેવી છે એવો મેં સ્વિકાર કિધો છે તારો જિંદગી,
જેવો છું હું, તું પણ મને અપનાવ, તારો ધન્યવાદ!
સુખ, આ રમતમાં માત્ર મન મારૂં રહે થોડું ભળી,
તું એટલે ખેલે છે થપ્પો દાવ, તારો ધન્યવાદ!
કંઈ નૈ સમજાતું પ્રણયની આ પરીક્ષામાં મને,
થોડોઘણો ઉત્તર તો આજ બતાવ, તારો ધન્યવાદ!
આવી ઉભો છું નાસમજણાનાં આ ટોળામાં હું તો,
આ ભીડમાંથી ઈસુ તું જ બચાવ, તારો ધન્યવાદ!
ખુદા, તિરસ્કાર પણ તારો હું નહીં જ કરૂં હવે,
રાખ્યા ભલે તેં કેટલાંય અભાવ,તારો ધન્યવાદ!