જીવનમાં જીવ બની આવીશ હું,
હૈયે તમારા ધબકારા બની આવીશ હું,
ભૂલવાની બવ ઉપાદિ નો કરતા,
ભૂલવાની ક્ષણમાં યાદ બની આવીશ હું,
તમારા નયનને બવ ના તડપાવતા,
નયનના ખૂણે ખૂણે દેખાઈ આવીશ હું,
ભલે તમે રહો છો મારાથી દૂર,
તમારા હરએક સમણામાં આવીશ હું,
જ્યારે મારી દુનિયામાં ગેરહાજરી હશે,
ત્યારે તમારા હૈયાનું રુદન બની આવીશ હું,
તમારી નફરતને પ્રેમ સમજીને બેંઠો છું,
મારી યાદ આવતા તમારા આંસુ બની આવીશ હું.
મયુર રાઠોડ ‘દુશ્મન’