ક્યાં છે એ ?
દેવળ કે દરગાહમાં ?
મંદિર,
મસ્જિદ કે ચર્ચમાં ?
સફેદ ટોપી કે
કેસરી સાફામાં ?
અંગરખા, કુરતા
કે સફેદ કોટમાં ?
લીલા ઝંડા કે
લાલ ધજામાં ?
કુરાન બાઇબલ કે
ગીતા ને આગમમાં ?
હિન્દી, ઉર્દુ
સંસ્કૃત કે પ્રાકૃતમાં ?
માનતા કે મન્નતમાં ?
સ્વર્ગ કે જન્નતમાં ?
લંગર કે સદાવ્રતમાં ?
આરતી કે ઈબાદતમાં ?
દીવા કે કેન્ડલમાં ?
ચૂંદરી કે ચાદરમાં ?
પશુ – પંખી,
માણસ કે મડદાંમાં ?
ભીંતર કે બહાર ?
અહીં કે ત્યાં ?
આકાશ અવકાશ
કે પાતાળમાં ?
ક્યાં છે એ ?
.
બધે જ છે એ..
બસ નથી
તો
આચરણમાં.
– દેવમ સંઘવી “તત્ત્વમ્”