ભલેને રોજ મળવા ન આવ તું,
એક દિવસ તો નજદીક આવ તું.
ભલેને વ્હાલ કરવા ન આવ તું,
ભીતરને અશ્રુથી તો ભીંજવ તું.
તારા આ લિપસ્ટિક કરેલ હોઠથી,
મને ચૂમીને ભીનાશ તો કરાવ તું.
ભલેને રાહ જોવી પડે રસ્તા પર,
હૈયાનો ધબકાર તો સંભળાવ તું.
દરિયામાં ચાલતી ડગમગ નૈયાને,
એક વખત કિનારો તો બતાવ તું.
“અર્શ” સાથે વિતાવી થોડી ક્ષણો,
આપી સાથ જિંદગી તો બનાવ તું.
અજય ગૌસ્વામી “અર્શ”