જે માંગો અહીં એ જ મળતું નથી કંઈ
અને જે મળે છે તે ગમતું નથી કંઈ
અને દુર છે એ જણાશે નહિ પણ
છતાં હોય પાસે તો જડતું નથી કંઈ
હશે રણ કશે તો એ જીવન હશે જો
અહીં ખુદ ને પુછ ; બળતું નથી કંઈ ?
કદી ઝાંઝવા એ છળ્યાં તો હશે પણ
હશે જીત એની જે ડગતુ નથી કંઈ
અમારા વિચારો જ અમને નડ્યા છે
વધુ કોઈ અમને નડતું નથી કંઈ
અને ખો ખલાં મન જે ખળભળ મળ્યા છે
કરી ને હરીફાઈ ફળતુંનથી કંઈ
“આશિષ”
હિમાંશુ બ્રહ્મભટ્ટ