નમતું એક છોડ રોજ રડીને કે’તું
પણ એની ક્યાં સાંભળે છે કોઈ ?
સુક્કાં એ પર્ણો પર શ્વાસ બે રોકીને
ક્યાં ઝાકળ થૈ મળે છે કોઈ ?
ઉઘડતી કૂંપળમાં આશા હજાર લૈ
છેલ્લું એ પડખાંને ફેરવે !
સાવ સુક્કી એ કેટલીય લાગણીઓ ઈચ્છે
કે આવીને બેસે કોઈ ટેરવે !
એણે તો જાત આખી રણકાવી નાંખી
પણ સાથે કયાં ખખળે છે કોઈ ? -નમતું…..
ઉગતા કોઈ ચંપાને હાથમાં ઝાલીને
ફેલાવું સરસરતી ફોરમ !
ડુમા ને ડુસ્કાઓ ઉગ્યા છે ટોચ ઉપર
કઈ રીતે કેવા એને મનોરમ ?
કોઈ એક સંભારણું ચાવી-ચાવી ને
ક્યાં વિતેલા ટહૂકાને મમળે છે કોઈ ?- નમતું…..
– ધાર્મિક પરમાર ‘ધર્મદ’