ચાંદની રાતને પૂનમ ના ચાંદ નો સહારો મળી જાય,
ને આ રજની સોળે કળા એ નિખરી જાય.
વેરાન રણમાં એક પાણીનું બૂંદ મળી જાય,
ને આ અશક્યનું શક્ય એવું રણમાં ગુલાબ ખીલી જાય.
ખરીને સુકાયેલા પાંદડાંઓ ભરેલી જમીન પર,
ભીના વરસાદ થતાં મીઠી સુગંધ પથરાઈ જાય.
ને એક તમારા પ્રેમ ના વરસાદ થી આ વર્ષો ની ચિમળાયેલી,
માટીની જિંદગી પ્રેમની ખુશ્બુથી સુગંધિત થઈ જાય.
મધદરિયે ફસાયેલી નાવડીને સાચી દિશા મળી જાય,
ને તારી દિવાનીની અંત થવા આવેલી ડૂબેલી કશ્તીને કિનારો મળી જાય
વર્ષો સુધી સતત કાળા છવાયેલા વાદળાંઓ પછી,
વાદળોની જ વચ્ચે સૂરજનો મેળાવડો થાય,
ને આજે એ જ સૂરજરૂપી તમે મેઘધનુષની જેમ,
એક ચમચી તમારા સ્મિતથી મારા દરેક પળ તમારા રંગે રંગાઈ જાય.
હસાવતા રહેતા આ ચેહરાએ છુપાવી રાખેલા ઘણા દુઃખો,
પણ હવે “શું થયુ તમને?” ને આંખ મેળવતા,
આ બધા દુઃખો ટપ ટપ કરીને દૂર વહી જાય.
કાયમ શોધતી રહેતી ભીડમાં આ આંખો તમને,
ને જોતા જ એક પળમાં સુકુન મળી જાય.
માંગે આ રજની સદાય એના ચાંદનો સાથ,
ને આ સાથથી બાકાત જિંદગી શાનથી જીવી જાય.
આશા છોડી દીધેલી ખુશીઓની આંખ બંધ કરીને,
બેઠેલી આ તમારી દિલબરને તમારો હાથ મળી જાય.
કસમથી, પ્રેમ અને હેત મન ભરીને આપીશ,
ને આ સાથ જન્મો જન્મ નો બની જાય.