ગુનો શું કે હવે હું પાધરો સૌથી ઝલાયેલો ?
મહેફિલમાં તમારી હું પરાણે છું લવાયેલો.
ઘવાયેલા જ આવે છે પિવાને જામ સાકી ત્યાં,
ન ફાવે જામ પીતા, જામથી હું છું ઘવાયેલો.
પડી સીધ્ધું ગયું હેઠું ગુલાબ, તને નિહાળીને,
તને જોતાં જ રંગે હાથ હું પણ છું ઝલાયેલો.
પ્રતિક તેને મહોબ્બતનો ન હું માની શકું ક્યારેય,
દિવાલોમાં અનારકલીની પત્થર જે ચણાયેલો.
સુકાયા મેઘ લાખો વાર આવીને અહીંયા તો,
જુઓ છે એક મારો આંસુ વર્ષોથી છવાયેલો.
ઝડપથી હો તમે વિશ્વાસ ના મારો કરો ‘અદ્ભુત‘,
અહીંનો એક માણસ છું, નથી દુધનો નવાયેલો!