સાલ્લું આપણું નસીબ કેવું?
રમીની ફીટાઉસ બાજી જેવું.
ગમે તેના કજિયામાં કૂદી પડે,
દૂબળા પાતળા કાજી જેવું.
કોઈના પ્રેમમાં લંગસ લડાવે,
પ્રેમના કાયમી શત્રુ પાજી જેવું
પાણી જોઈને રાજીના રેડ થતી,
લીલીછમ નિર્દોષ ભાજી જેવું.
રોગમાં સારવારની પરહેજી રૂપે,
પરાણે પીવડાવાતી કાંજીજેવું.
જો સહિયારા પ્રયાસો સફળ રહે,
કોરાનાના નાબૂદીથી રાજી જેવું.
ભરત વૈષ્ણવ