શ્વાસ વિના જીવવાનું નહીં ફાવે,
કપડાં વિના સીવવાનું નહીં ફાવે.
કાગડા અને દેડકાની રમત થઈ છે,
વાંક વિના ખીજવવાનું નહીં ફાવે.
તલ પર સમરકંદબુખારા આપી દઉં,
કારણ વિના રીઝવવાનું નહીં ફાવે.
દૂધ જમાવવું હોય તો મેળવણ ઉમેરૂં,
દહીંમાં છાશ મેળવવાનું નહીં ફાવે.
એક નૂર ટાપટીપ, હજાર નૂર નખરા,
દિગમ્બર થઈ જીવવાનું નહીં ફાવે .
ભરત વૈષ્ણવ