ધ્રૂમવલય પર તારું નામ લખ્યું,
જળવલય પર તારું નામ લખ્યુ.
અમે ઉકેલવા બહુ મથામણ કરી,
શબ્દવલય પર તારું નામ લખ્યું.
પુસ્તકના કાળાઅક્ષર કુહાડે માર્યા ,
પુસ્તકાલય પર તારું નામ લખ્યું .
દેશી કે વિદેશી પહેલી ધારનો પીધો,
મદિરાલય પર તારું નામ લખ્યું.
થાકી હારીને તારા ચરણે લંબાવ્યું,
પરમાત્માલય પર તારું નામ લખ્યું .
ભરત વૈષ્ણવ