ગહન છે ગૂઢ છે વાતો અસમંજસની છે,
શાસ્ત્રોની નથી, આ વાતો તો નારીના મનની છે.
અજર છે અચળ છે ને અવિચળ પણ છે,
આ વાતોમાં સમર્પણ ને પ્રેમ પળપળ છે.
શિત છે ઉગ્ર છે ઉગ્રતા ય એની સુરમ્ય છે
રતિ સ્નેહની મૂર્તિ એ અખંડ સૌભાગ્ય છે.
અસફળ કઠિન એ કાર્યોનો જે વિશ્વાસ છે,
દુર્જન જીવનની એ ખળખળ સરિતા છે.
મંદોદરી સીતાના જ્યાં ચરિત્ર સુવાસિત છે,
તે દરેક સ્વર્ગે રાણી લક્ષ્મી પણ વાંછિત છે.
ગંગા સિંધુ સરસ્વતી રેવા જ્યાં પુલકિત છે
વિના શંકા નરનારી ત્યાં ગીતાને આશ્રિત છે.
રૂપે રંગે સોહામણી ને સ્વભાવે જે નમ્ર છે,
જાગૃત સહનશીલ શક્તિ તારી પ્રત્યક્ષ છે.
સમર્પણની સંપૂર્ણતામાં મંત્રમુગ્ધ એવી,
અકલ્પિત સર્જન, હે નારી ! તું નારાયણી છે.
કેતવ જોષી