તું પતંગની જેમ ઊડતી,
દુનિયાના રીત રિવાજોને ફંગોળતી.
તું પતંગિયાની જેમ રંગો ઉછાળતી,
જીવનની સમસ્યાઓને મન મૂકીને ભગાવતી.
તું જંગલમાં આઝાદ મોરની જેમ ટહુકતી,
સમાજના જંગલને પ્રેમથી આગ ચાંપતી.
તું ફૂલોની સુગંધ જેમ મહેકતી,
સંસારના કચરાની દુર્ગંધને વાળતી.
તું ભગવાનની જેમ પૂજાતી,
દુનિયામાં એટલે જ તું નારાયણી કહેવાતી.