ના હું શબ્દો નો સોદાગર,
ના શબ્દો નો ખેલાડી હું,
ના શબ્દો ને મરોડનાર કવિ હું,
ના શબ્દો ને ઝંખનાર અનાડી હું.
ના શબ્દો સાથે કોઈ લગાવ મારે,
છું શબ્દોની દુનિયામાં અજનબી હું,
શબ્દોથી જ મહેકતી, શબ્દોથી જ ગૂંજતી,
શબ્દોથી જ સળગતી, શબ્દોથી જ ઘવાતી,
શબ્દોને સથવારે વિહરતી અજનબી હું.
શબ્દોમાં જ રમતી, શબ્દોમાં જ ભમતી,
શબ્દોમાં જ ગૂંજતી, શબ્દોમાં જ સમાતી જિંદગી,
છે જન્મથી કફન સુધી શબ્દોનો જ સંગાથ મારે,
છતાં શબ્દોની દુનિયામાં અજનબી હું.
શબ્દ…. શબ્દ…. શબ્દ..
છે આ શબ્દોને ઝંખનાર કોઈ ??
શબ્દોની દુનિયામાં જીવતી જાગતી તસ્વીર હું.
~ જયશ્રી શિયાલવાલા.