માનવ!જાગો,ઊઠો જાણો,
જીવન નિયમિતતા નાણો.
માનવ! જીવન જીવી જાણો
જીવન નિયમિતતા નાણો.
વ્હેલા ઊંઘો, વ્હેલા ઊઠો,
વ્યાયામે કરજો યોગો.
ભાગે ત્યાંથી રોગો જાણો,
જીવન નિયમિતતા નાણો.
સાદું, તાજું જમજો રોજે,
ધ્યાને, મૌને કરજો મોજે.
હળતાં-મળતાં સૌને જાણો,
જીવન નિયમિતતા નાણો.
આવ્યા ને હોંકારો દેજો,
જાતા ને આવ્યા નું કે’જો.
મનખા દેહે મીઠું જાણો,.
જીવન નિયમિતતા નાણો..
જીવન બાગે ફાગી ફળજો,
પલ-પલ ને જીવી જગજો.
કોયલ માનવ પન ને જાણો,
જીવન નિયમિતતા નાણો..
કોકિલા રાજગોર