પંખીઓની સભામાં
પંખીઓની સભામાં
મુશાયરો ગોઠવાયો
એક વૃદ્ધ પારેવું
માઈક પાસે આવીને
કવિતા બોલ્યું,
વાહવાહી થી હવે જઠરાગ્નિ નથી ઠરતી
ખોજ કરું છું એ કવિતાની નથી મળતી
નદી ડુંગરા ને ખેતરે
સીમ કોતરો ને મધદરિયે ભમ્યું
આંગણે આંગણે જઈ રમ્યું
ગામના ચબૂતરે નાચ્યું
ક્યાંક ક્યાંક કરું હું ઘૂ ..ઘૂ .. ઘૂ ..
કયારેક કહું કવિ હું છું કવિ હું છું.
મનને પ્રસુતિ જેવી પીડા થાય છે
ત્યારે
એક કવિતા ને જન્મ આપીએ
બાકી
પાળવી પોષવી ને
સંભાળવી ખુબ જ અઘરી
જયારે તેને વિદાય કરીએ
ત્યારે જલરૂપ
આંખોમાંથી આખો દરિયો છલકાય છે.
પારેવાની આંખમાંથી
આંસુની ધાર વહેવા લાગી
બધા પંખીઓ એ કવિતાને
તાળીઓ થી વધાવી લીધી .
કવિ જલરૂપ