આ રાત રિસાય એ પહેલાં આવ તો માનું,
આ ચાંદ સંતાય એ પહેલાં આવ તો માનું,
ક્યાં સુધી બેઠી રહું તારી યાદ માં,
આ ખ્વાબ સુઈ જાય એ પહેલાં આવ તો માનું,
ફૂલ તો મેં ય ખીલવ્યું છે પ્રેમનું દિલ માં,
આશ કરમાય જાય એ પહેલાં આવ તો માનું,
શુ જાણું વ્યસ્ત છે તું કઈ દુનિયામાં,
આંગણે તારા પગરવ સંભળાય તો માનું,
વિહ્વળ છે દિલ તારા વિરહ માં,
આવી ને હવે દિલ બહેલાવ તો માનું.
પારુલ ઠક્કર. “યાદે”