ગાગાલગા /૪
હું સ્ત્રી પણાં ને જીલતી,
પડકાર ક્યાં આપી શકી?
તૂટ્યું બધું એ સીવતી,
પડકાર ક્યાં આપી શકી?
કોને ગમ્યો મારો જનમ?
મા બાપ પણ થાતાં ગરમ.
આંખો અહીં હું મુંદતી,
પડકાર ક્યાં આપી શકી?
નારી પણે તાપે તપી,
ભારી પણે દાબે દબી.
પુત્ર આપવા હું ઝૂકતી,
પડકાર ક્યાં આપી શકી?
પોષણ થયું ના પ્રેમ થી,
શોષણ થયું બસ બ્લેમ થી.
સંસાર થી હું દૂભતી,
પડકાર ક્યાં આપી શકી?
લુંટાઇ લોકે રંગથી,
દૂભાઇ ધોખે સંગ થી.
જીતી શકી ક્યાં? હારતી,
પડકાર ક્યાં આપી શકી?
સંભાળતી ઘર – બાર પણ,
પામી શકી ના સાર ને.
બે-ઘર છતાં હું ઢાંકતી,
પડકાર ક્યાં આપી શકી?
કોકિલા રાજગોર