દરેક રંગ નો જડે
કાળો, ગોરો, શ્યામ વર્ણો સજે
રૂપે રૂપાળો, કદરૂપો, નિરાળો
સૌને નજરે ચઢે
વાણી એની ઢોલક જેવી
બન્ને બાજુ એ વાગે
તમેય સારા તમેય સારા
કહી દરેક ને વાલી વાલી કરે
ચોવીસ કલ્લાક માં અઢાર કલ્લાક એ સૌની રખેવાળી કરે
ધન લીધા વિના નો એ જમાદાર બની
કોણ આવ્યું કોણ આવ્યું? કહી જમતો જમતોય ઉભો થાય
બાજુ માં કોઈ આવ્યું કે તરત હીંચકે બેસી જય
ભોજન માં ફક્ત પંચાત ગ્રહણ કરે
શ્લોક માં તારી મારી ની જ વાતો કાપે
સગા માં સગો ને શત્રુ નો શત્રુ
હાથી જેવડા કાન ધરી બીજા ની વાતો કાન માં સંઘહિત કરે
જ્યાં કોઈ નું સારુ થયું નથી કે બિચારો આગ માં બર્યો નથી
એના મન ની આગ હોલાવવા સારા નું બગાડવા દોડે
આ પડોસી સૌને મોંઘો પડે
~ માનસી દેસાઈ