હોઈશ મંઝિલે ચોક્કસથી,
સમયે નીકળતો પથિક છું.
ફરિયાદ નથી અહીં કાંઇ,
કારણ જીવતરે ઘડિક છું.
સત્ય પચાવો તો સારું છે,
સંવાદે બિલકુલ સટિક છું.
દરદને પણ સજાવી જાણું,
કોઈ પણ પળમાં રસિક છું.
ફળશે આ સપનાઓ હવે,
હરેક નિર્ણયોમાં ત્વરિત છું.
નિલેશ બગથરિયા “નીલ“