પથ્થરોના શહેરમાં હું ત્રસ્ત છું,
કાચની હું જાત લઈ હરવક્ત છું.
સ્હેજ પણ ટાઈમ નથી કહું છું સતત,
આજ હું એવો સમયનો ભક્ત છું.
સ્ટેચ્યુ જેવો છું નામે માનવી,
ટ્રમ્પની સાથે રહીને વ્યક્ત છું.
ક્યાંક હું સચવાઉ,ક્યાં રેડાઉં છું,
ક્યાંક મોંઘું , ક્યાંક સસ્તું રક્ત છું.
એ મદિરા જે તને પીતી રહે,
એ મદિરા પી છલોછલ મસ્ત છું.
જિંદગીનો લઈ રહ્યો છે કસ ,ભલે,
એક દિવસ હું જ તારો અંત છું.
મા નથી ,પણ માના આશિર્વાદ છે,
એટલે આજે હું તંદુરસ્ત છું.
સિદ્દીકભરૂચી