કળિયુગમાં પાડા પણ દુઝવા લાગશે
પથ્થર થશો તો લોકો પૂજવા માંડશે
કહેશો મિત્રોને તો દર્દ એ વધારશે
દુશ્મનોની દવાથી ઘા રૂઝવા માંડશે
પ્રથમ પગલું તો માંડ મંઝિલ ભણી
બીજું પગલું તરત સુઝવા માંડશે
ચાલી તો જો સત્ય,પ્રેમ,કરુણા રાહે
પ્રભુ પણ તને પછી ભજવા માંડશે
ચાહી તો જો એને ચાહતની હદ સુધી
અસ્તિત્વ તમને મેળવવા મથવાં માંડશે
ના બાંધશો બહું માયા પારકી થાપણે
દીકરીની જાત પળેપળ વધવાં માંડશે
~ . મિત્તલ ખેતાણી