પરિસ્થિતિ પ્રમાણે બદલાતા મે ઘણાને જોયા છે.
પોતાનાને પારકા થતા પણ ઘણા જોયા છે.
ક્યાંક પરાયાઓની ભીડ જામી છે,
તો ક્યાંક પોતાનાઓને પણ પરાયા થતા જોયા છે.
આ તો સમય સંજોગોની વાત છે,
રોજ સૂરજ પણ નમે છે ચાંદનીને કાજ.
અહીં તો અંગત સંબંધોની પણ સ્પર્ધા થાય છે,
જયાં કોઈક જ નમે છે કોઈક માટે.
પરિસ્થિતિ પ્રમાણે બદલાતા મે ઘણા ને જોયા છે.
દિવ્યા પટેલ