નવી હર તમન્ના પરીક્ષામાં છે,
મરીઝો,જનાજા પરીક્ષામાં છે.
અમારા તમારા પરીક્ષામાં છે,
હતા,છે મજામાં પરીક્ષામાં છે.
સમંદરની લ્હેરોને મસ્તી હતી,
હવે હર સરિતા પરીક્ષામાં છે.
કરો એકની,શૂન્યની જે કદર,
વજનદાર મીંડા પરીક્ષામાં છે.
કમળને ખીલવનાર પંજા બધા,
મોદીભક્ત જનતા પરીક્ષામાં છે.
ફકત એક માલિકના થઇ જાવ સૌ,
હરેક ,દોસ્ત, છીંડા પરીક્ષામાં છે.
અમારા જ શ્વાંસો અમારાં નથી,
પીપૂડી ને વાજા પરીક્ષામાં છે.
સિદ્દીક ભરૂચી