પળો માં આ બદલા તું જીવન
ક્ષણો માં આ બદલા તું જીવન
એક પળ માં કંઈક તો
બીજી ક્ષણ માં પણ કંઈક
કોઈ ક્ષણ ખુશી ની તો
કોઈ ક્ષણ દુઃખ ની પણ
કોઈ ક્ષણ પ્રેમ ની તો
કોઈ ક્ષણ ગુસ્સા ની પણ
કોઈ ક્ષણ પામવાની તો
કોઈ ક્ષણ ખોવાની પણ
કોઈ ક્ષણ મિલન ની તો
કોઈ ક્ષણ વિરહ ની પણ
કોઈ ક્ષણ આશા ની તો
કોઈ ક્ષણ નિરાશા ની પણ
કોઈ ક્ષણ જન્મની તો
કોઈ ક્ષણ મુત્યુ ની પણ
પળો માં આ બદલાતું જીવન
ક્ષણો માં આ બદલાતું જીવન
~ હેતલ. જોષી