યાદ છે, એ ખંજર જેવી આંખોનો વાર હજુ પણ યાદ છે.
યાદ છે, એ નથથી શોભતું નાક હજુ પણ યાદ છે.
યાદ છે, એ ગુલાબી હોઠો પરનું મૌન હજુ પણ યાદ છે.
યાદ છે, એ દાવપેચ વિનાનું સ્મિત હજુ પણ યાદ છે.
યાદ છે, એ આમ તેમ હવામાં લહેરાતી લટો હજુ પણ યાદ છે.
યાદ છે, પહેલી કાતિલ નજર હજુ પણ યાદ છે.
યાદછે, એ રાતમાં નૂર ફેલાવતો ચહેરો હજુ પણ યાદ છે.
કેવી રીતે ભૂલાય સાહેબ,
એ પહેલી નજરનો પહેલો પ્રેમ હજુ પણ યાદ છે.