પાંખો લગાવી તું ઉડી જા,
શેનો ડર છે તને, તારા એક એક ડરની ખબર છે મને,
તું ચિંતા ના કરીશ તારી પાંખો કપાઈ જવાની,
એમના પાસે પાંખો જ નથી તારા સુધી પહોંચવાની,
ના કરીશ તું કોશિશ હાર માનીને હારવાની,
તારા પ્રેમાળ હૃદય અને મીઠાં સ્મિતથી એમને જીતવાની,
એ વ્યક્તિઓ નથી તારી પોતાની કે નથી તારા ગજાની,
જેમની ઈચ્છા માત્ર ને માત્ર છે તને સંકોચવાની,
ના પૂછીશ તું આટલી ઘૃણા અંદર ભરી છે કઈ વાતની,
એટલું સમજી લે જાણે આ એક પરંપરા છે, જે ચાલતી આવી છે અને ચાલતી રહેવાની.
– દિશા શાહ