પાંચ માં પુછાય ગઝલ,
કેટલા હૈયે સચવાય ગઝલ.
પ્રેમી ના શબ્દોથી શરમાય ગઝલ,
તૂટેલા હૈયા થી ઘવાય ગઝલ.
પ્રભુ ના ચરણે દોડી જાય તો,
ભજન થઇ ને પૂજાય ગઝલ.
માં નું હાલરડું કહો કે કબીર નો દોહો,
હોય કવિતા કે પછી હાઈકુ થી મોહો,
રસ્તા અલગ અલગ છે શબ્દના અર્થ થવાના,
રાહી ને ભોમિયા અલગ,એક જ મંઝલ.
છે માનવી ત્યાં સુધી ગઝલ તો રહેવાની
ક્યાંક આંસુ ગંગોત્રી તો ક્યાંક તર્પણગંગા થકી વહેવાની
ક્યારેક ભાવવિશ્વ ને શણગારે
હૈયે હૈયે છવાય-ગવાય ગઝલ
એ છે પૂજા ,નથી વ્યભિચાર શબ્દો નો
લાયકાત વગર ના કેટલાય થી,કરમાય ગઝલ
છે એ બ્રમ્હાસ્ત્ર નથી મનમોજ નો તુક્કો
હોય જો ઉતરા હાજર તો જ હ્રદય થી મુકો
ગમે એને ને ગમે ત્યાં કહેશો તો થાશે શબ્દપાત
જો વેણ ઉપડે તો જ જન્માવો એનો કક્કો
વીક્રમાદીત્યનું શબ્દાસન ઝન્ખે બત્રીસલક્ષણૉ કવિ નહિ તો,
ચોધાર આંસુ એ એ રડે ને બની જાય હઝલ
પાંચ માં પુછાય ગઝલ
કેટલા હૈયે સચવાય ગઝલ
-મિત્તલ ખેતાણી