મારી લાગણીને આમ તું મજાક ન સમજ
પાગલ છું તારા પ્રેમમાં, સજાગ ન સમજ
એક દી મુશળધાર ને એક દી સાવ કોરો
એવું ન ચાલે એક દી મળો ને એક દી છોડો
આ હૃદય તારું ઘર છે, એને બાગ ન સમજ
મારી લાગણીને આમ તું મજાક ન સમજ
ઉંમર ગમે તે હોય પણ દિલ તો છે અઢારનું
તને ય ખબર છે એ તને જ ઝંખે છે ક્યારનું
પ્રેમ પ્યાલો મીઠો છે એને કડવાશ ન સમજ
મારી લાગણીને આમ તું મજાક ન સમજ
એમાં ન હોય કોઈ ગણિત, ન હોય એમાં વહેવાર,
પ્રેમ તું કરે તો જ કરું, એવું એમાં ન હોય યાર
જીવન આખું રાહ જોઈશ, બે ઘડી ની વાત ન સમજ
મારી લાગણીને આમ તું મજાક ન સમજ
દિપેશ શાહ “યુગ”